ફિલ્મ રીવ્યુ

               તા. 25/9/20  ના રોજ અમને મા આશાપુરા બી.એડ. કૉલેજ ઑફ એજ્યુકેશન માં અમારા પ્રિન્સિપાલ ડૉ. પલ્લવી બેન શાહ દ્વારા બધી જ તાલીમાર્થી બહેનોને કોઈપણ એક શૈક્ષણિક ફિલ્મ જોઈ તેનું રીવ્યુ લખી બ્લોગ પર મૂકવાનું જણાવ્યું .આથી હું
નીચે પ્રમાણે "ચૉક અને ડસ્ટર" રિવ્યુ 
લખ્યું છે.
          
                   ચૉક અને ડસ્ટર



           દિગ્દર્શન: જયંત ગિલેટર
         ઉત્પાદિત : અમીન સુરાણી
          લખાયેલ : રણજીવ વર્મા
                           નીતુ વર્મા
           સ્ટારીંગ : જુહી ચાવલા
                           શબાના આઝમી
                           ઝરીન વહાબ
                           દિવ્ય દત્તા
                           ઉપાસના સિંઘ
             સંગીત : સંદેશ શાંડિલ્ય
   સિનેમેટોગ્રાફી: બાબા આઝમી
          સંપાદિત : સંતોષ મંડળ
પ્રોડકશન કંપની: સુરાણી પિકચર્સ
            વિતરિત: સોની પિકચર્સ નેટવકર્સ                            ભારત
પ્રકાશન તારીખ: 15 જાન્યુઆરી,2016
              સમય : 130 મિનિટ
                  દેશ : ભારત
              ભાષા : હિન્દી



                    ચૉક અને ડસ્ટર એ ભારતીય ખાનગી શિક્ષણ પ્રણાલીના વ્યાપારિકરણ અંગેની 2016 ની ભારતીય નાટક ફિલ્મ છે, જેમાં જુહી ચાવલા, શબાના આઝમી, ઝરીના વહાબ, ગિરીશ કર્નાડ અને દિવ્યા દત્તા અભિનીત છે.

                    આ ફિલ્મ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંદેશાવ્યવ્હાર વિશે વાત કરવામા આવી છે અને શૈક્ષણિક પ્રણાલીમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સમસ્યાને પ્રકાશિત કરવામા આવી છે જે દિવસે દિવસે બદલાતી રહે છે. 
  
                    વિદ્યા એ આ મેળામાં મિડલિંગ શૈક્ષણિક સંસ્થાના વરિષ્ઠ સ્ટાફ સભ્યોમાંથી એક છે, જે આચાર્ય ઇન્દુ શાસ્ત્રીના સક્ષમ હાથ હેઠળ સરળતાથી કાર્યરત છે. નવા આચાર્યની નિમણૂક સાથે બધુ બદલાય છે. શિક્ષકો અપ્રિય આચાર્યનો સામનો કરે છે જયારે લોકપ્રિય અને વિચારશીલ ઇન્દુબેનને મહત્વાકાંક્ષી અને કટ-ગળા કામિની દ્વારા બદલવામાં આવે છે, જે આ મધ્યમવર્ગીય શાળાને આગળ વધારવા ઇરછે છે. શિક્ષકોની ખુરશીઓ વર્ગખંડમાંથી કાઢી નાખવામાં આવે છે. 

                    અચાનક અને અન્યાયી બરતરફ થયા પછી હાર્ટ એટેકનો ભોગ બનેલા સારા હ્રદયની વિદ્યાબેન માટે આ બધું ખૂબ જ છે એકતામાં, તેના મિત્ર અને સાથીદાર જ્યોતિએ કામિની અને અંમોલના નેતૃત્વમાં ટ્રસ્ટીઓના ખોટા માર્ગદર્શન આપવાનો નિર્ણય લીધો.

                    અંતમાં  વિદ્યાબેન અને જ્યોતિબેન જેવા ગુણી શિક્ષકોની કાબીલીયત પર ચકાસવા સ્પર્ધા આયોજન કરવામાં આવે છે  જેનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે છે.   

મને આ ફિલ્મમાં ગમ્યું : ગણિત વિષય બાળકો ને અગરો લાગતો હોય છે એવા વિષયો ને સરળ રીતે કેમ ભણાવી શકાય.  આ ફિલ્મમાં ત્રિકોણમિતી ની સરળ રીત છે "પંડિત(p)  બંદરી(b) પ્રસાદ(p) હરિ(h) હરિ(h) બોલ(b) સોના(s) ચાંદી(c) તોલ(t)"
P - perpendicular
B - base
P - perpendicular
H - hypotenuse
H - hypotenuse
B - base
S - sine
C - cose
T - ten


 ◆ બોધ:

             આ ફિલ્મમાંથી શિક્ષકત્વ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આમા વિદ્યાબેન અને જ્યોતિબેન કે જેઓ ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષકો છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો બાળકો તેને અગરા માનતા હોય છે. પરંતુ આ ફિલ્મમા વિદ્યાબેન ત્રિકોણમિતી જેવા એકમોમાં નવી ટ્રીક દ્વ્રારા ગીત બનાવીને શીખવાડે છે, જેથી બાળકોને  ગોખનપટ્ટીનો સહારો લવો પડતો નથી અને તે લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.  અને જ્યોતિબેન વિજ્ઞાનના પ્રયોગો સરળ અને અલગ અંદાજમા શીખવાડે છે.

                                  


Comments

Popular posts from this blog

પુસ્તક સમીક્ષા

Science Questions Bank

Maths questions bank