તા: 10/2/'20
              
        વિષય: તરુણ અવસ્થા ધરાવતાં બાળકોના લક્ષણો જાણીને વિસ્તૃત અહેવાલ તૈયાર કરો .
    

                            તા. 7/2/'20 ના રોજ અમારી કોલેજ ઓફ એજ્યુકેશન માં અમને તરુણ બાળકોના લક્ષણો જાણીને તેના વિશેનો અહેવાલ તૈયાર કરવા માટેની પ્રવૃતિ આપવામાં આવી હતી. માર્ગદર્શન તરીકે અંકિતભાઈ જોષી રહ્યા હતા.
                              મેં બસમાં તથા મા આશાપુરા હાઇસ્કૂલમા ધોરણ-9 અને ધોરણ-11 મા અભ્યાસ કરતા તરુણ-તરુણીઓનું નિરીક્ષણ કર્યું હતું. અને તેમનામા અલગ અલગ લક્ષણો જોવા મળ્યાં હતા.
👉 તેઓમા શારીરિક વિકાસ થયો છે જેમાં  👦 છોકરાઓને દાઢી, મૂછ ના દોર ફૂટેલા તેમજ જાતીય અંગોનો વિકાસ થાય છે .
 👧 છોકરીઓમા માસિકની શરૂઆત અને સ્તનપ્રદેશની વૃદ્ધિ થાય છે.
 👉 તરુણ બાળકોને પોતાના મિત્રો સાથે રહેવુ વધારે ગમે છે, તે પોતાની નાની -નાની વાતો એકબીજા ને શેર કરે છે.
👉 તેમને કોઈ પણ જાતનું બંધન ગમતું નથી તે પોતાનું ધાર્યું કરે છે .
👉 નાની નાની વાત પર હાઇપર થઇ જાય છે.

Comments

Popular posts from this blog

પુસ્તક સમીક્ષા

Science Questions Bank

Maths questions bank